do you know Why are lines formed on potato wafers? This is not just a design, there is a big reason behind doing this!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેકેટમાં મળતી બટાકાની વેફરની ઉપર લાઈન્સ કેમ હોય છે? (Why Lines on Potato Chips) ઘણી ચિપ્સમાં તો લાઈન્સ પણ નથી હોતી. આવો જાણીએ કે પેકેટમાં મળતી વેફર કેમ અલગ અલગ હોય છે તેની પાછળનું શું છે કારણ?

અંકલ ચિપ્સ, લેઝ જેવી ઘણી બ્રાન્ડની બટાકાની વેફર માર્કેટમાં મળે છે. તેમાં દરેક લોકોને અલગ અલગ ફ્લેવર વાળી ચિપ્સ વધારે ભાવતી હોય છે. નાના બાળકથી લઈને મોટા સુધી દરેક લોકો મજા લઈને ખાતા હોય છે. પરંતુ તમે ક્યારેય ધ્યાનથી જોયું છે કે આ દરેક ચિપ્સ સાથે એક ખાસ વાત જોડાયેલી છે. બહુ ઓછા લોકોએ આ વસ્તુ પર ધ્યાન આપ્યું હશે કે બટાકાની વેફર પર ચિપ્સની ઉપર લાઈન બનેલી હોય છે. પરંતુ આ શા માટે આપવામાં આવે છે તે કોઈને નથી ખબર? (Why Lines on Potato Chips) ધણી વેફરમાં આ લાઈન નથી હોતી. તો આવો જાણીએ કે આ શા માટે આવું કરવામાં આવે છે.

વેફર પર લાઈન શા માટે હોય છે તે એક રહસ્ય જેવું છે. તો અમે આજે આ રહસ્ય પરથી પડદો હટાવવા જઈ રહ્યા છીએ. આ પહેલા વેફર સાથે જોડાયેલ એક વાત જણાવીએ જે તમે બિલકુલ નહીં જાણતા હોવ. બ્રિટેનિકા વેબસાઈટ પ્રમાણે બટાકાની વેફરની શરૂઆત (Potato Chips Lines Reason) જ્યોર્જ ક્રમ નામના વ્યક્તિએ કરી હતી. જેનો જન્મ 1824માં થયો હતો. તેમના આ આવિષ્કાર પાછળની વાત એવી છે કે 1853માં ન્યૂયોર્કના મૂન્સ લેક હાઉસ રેસ્ટોરન્ટમાં જ્યારે તે કુક હતા તો એક દિવસ તેમના રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક આવ્યો અને તેણે ફ્રાય બટાકાનો ઓર્ડર આપ્યો.

ચિપ્સનો જૂનો છે ઇતિહાસ

ક્રમે બટાકાના પાતળા ટુકડા કર્યા અને પછી તેને તળીને ગ્રાહકને આપ્યા, પરંતુ ગ્રાહકે કહ્યું તે ઓર્ડર પાછો મોકલી દીધો. અને કહ્યું કે બટાકાના ટુકડા જાડા હોવાનું કહ્યું. ક્રમને ગ્રાહકની વાત થોડી વિચિત્ર લાગી, તેથી તેણે તેને ફરીથી પાતળા સ્લાઇસેસમાં કાપી, તેને ફરીથી તળ્યા અને ગ્રાહકને આપ્યું. પરંતુ ગ્રાહકે તેને ફરીથી પાછું મોકલાવ્યો. આ જોઈને ક્રમને ગુસ્સો આવ્યો. પછી તેણે છરી વડે ખૂબ જ પાતળા કટકા કરી. તેણે એટલા પાતળા ટુકડા કર્યા કે તેઓ કાંટા ચમચી વડે પણ ખાઈ શકતા ન હતા. જ્યારે તેને તળીને ગ્રાહકને આપવા આવ્યો ત્યારે ગુસ્સે થવાને બદલે તેને બટાકાની અનોખી ડિઝાઇન ગમી ગઈ. ત્યાર પછી તેને રેસ્ટોરન્ટમાં ખાવા માટે તો લાઈનો લાગવા લાગી હતી. અને ધીમે-ધીમે તેને બીજી રેસ્ટોરન્ટમાં પણ બનવા લાગી હતી.

ચિપ્સ પર લાઈન શા માટે છે?

ચાલો હવે સમજાવીએ કે ચિપ્સ પર લાઈન શા માટે છે. તમે આ લાઈન માત્ર મસાલેદાર ચિપ્સમાં જ જોઈ હશે. આ માત્ર મીઠું ચડાવેલું બટાકાની ચિપ્સમાં જ જરૂરી નથી. હકીકતમાં આ લાઈન એટલા માટે બનાવવામાં આવે છે કે ચિપ્સ પરના મસાલા તેના પર સરળતાથી ફેલાઈ શકે અને તેને પેકેટમાં રાખ્યા પછી, તે ચિપ્સ પરથી અલગ ન પડી જાય. આ મસાલા આ લાઈનો વચ્ચે ફસાઈ જાય છે અને ચિપ્સ પર ચોંટી જાય છે. જો તેઓ સાદા હોય તો તેના પરથી મસાલો સરળતાથી છૂટો પડી જશે અને પેકેટના તળિયે પડી રહેશે. હવે ચિપ્સની આ જૂની ડિઝાઇન જૂની થઈ ગઈ છે, એટલે જ આજ સુધી વિવિધ કંપનીઓ આ ડિઝાઇનથી તેને બનાવી રહી છે.